Sunday 24 July 2011

બીજા દેશોમાં ફેસબૂક એ માત્ર સોશિયલ નેટવર્કિંગ સાઈટ બનીને રહી ગઈ છે...જ્યારે ભારતમાં તો લોકોએ ફેસબૂકને પણ પ્રેમ કરવાનું માધ્યમ બનાવી દીધું છે...વાંચવી ગમે તો વાંચો મારી આ કવિતા...

બે મિત્રો એકબીજાને મળ્યા જ કરે ''ફેસબૂક''માં
એકબીજાને લાઈક પણ કર્યા જ કરે ''ફેસબૂક''માં

જીવનની અંગત પળોને માણી ન માણી કરીને
અજાણ્યાઓની સાથે શેર કર્યા જ કરે ''ફેસબૂક''માં

વ્યસન થયું ફેસબૂકનું જાણે કેશરમિશ્રિત ગુટખા
જે ખાધા બાદ પીચકારી માર્યા જ કરે ''ફેસબૂક''માં

મેલ ફિમેલ પ્રોફાઈલ મળે અને પૂછે હેલો કેમ છો ?
બાદમાં બંને એકબીજાને પ્રેમ કર્યા જ કરે ''ફેસબૂક''માં

થોડા દિવસના પ્રેમ બાદ ખબર પડે સનાતન સત્ય
ફેક આઈ.ડી બનાવી લોકો પ્રેમ કર્યા જ કરે ''ફેસબૂક''માં

ફેસબૂક એ કંઈ ઢીંગલા ઢીંગલીની રમત નથી ''કૌશિક''
તો યે લોકો પ્રેમમાં પડ્યાનો વહેમ કર્યા જ કરે ''ફેસબૂક''માં

-કૌશિક બોરાણા

No comments:

Post a Comment