Thursday, 17 August 2017

ઉપવાસ -કૌશિક બોરાણા

"આજે તમારા માટે એકલી ચા જ બનાવું ને ?"
"કેમ ? આજે શું છે ?"
"અરે ! ભૂલી ગયા ? આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે,તમારે ઉપવાસ નથી કરવાનો ?"
"અરે હા આજે મારા માટે નાસ્તો ના બનાવતી,હું ઉપવાસ કરીશ"
સરકારમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતાં અભિલાષે પોતાની પત્નીને તે સાંજે આવીને એકટાણું કરશે એવું કહીને કચેરીએ જવા નિકળી ગયો.
સોમવાર હોવાથી આજે મોટી સંખ્યામાં અરજદારો હતાં,એ એણે કચેરીમાં પ્રવેશતાં જ નોંધ્યું.
પોતાની ચેમ્બરમાં પ્રવેશતાં જ પટ્ટાવાળાએ રિવોલ્વીંગ ચેર વ્યસ્થિત ગોઠવી સાહેબને બેસવા માટે ધરી.
"જો ! આજે મારા માટે ચા કે કોફી કાંઈ ન લાવતો,મારે આજે ઉપવાસ છે."
પટ્ટાવાળાને સૂચના આપી અભિલાષ પેન્ડીંગ પડેલી ફાઈલો ખોલીને કામમાં પરોવાયો.
પોતાના વિસ્તારમાં ચાલતાં એક સરકારી પ્રોજેક્ટની ફાઈલ એ જોઈ રહ્યો,
એને યાદ આવ્યું આજે આ ફાઈલ સબંધે જ તેને તે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર મળવા માટે આવવાના હતા.
અભિલાષ કોન્ટ્રાક્ટર પોતાને મળવા માટે આવવાના છે તેનું પ્રયોજન બહું સારી રીતે જાણતો હતો.,
સરકારી નોકરીમાં વર્ષોથી હોવાના કારણે તેના માટે આ કોઈ નવી વાત ન હતી.
એક બે સામાન્ય અરજદારોને પતાવ્યા ત્યાં તો પટ્ટાવાળાએ ચિઠ્ઠી આપી,પેલા કોન્ટ્રાક્ટર મળવા માટે આવી ગયા હતા.
તેમને અંદર મોકલવાની સૂચના સાથે એમણે એ કહે નહીં ત્યાં સુધી બીજા કોઈને અંદર ન આવવા દેવા માટે પટ્ટાવાળાને તાકીદ કરી.
કોન્ટ્રાક્ટર સાથે કામ સબંધિત વાતો પતાવી અને પોતાના ભાગે આવતી રકમ અંગે ચર્ચા કર્યા બાદ કોન્ટ્રાક્ટરે પોતાની સાથે લાવેલું એક મોટું પેકેટ સાહેબને સોંપ્યું,
અને પોતાના કામ અંગે ભલામણ કરી તે નિકળ્યા.
અભિલાષે પેકેટ બેગમાં મૂકી પટ્ટાવાળાને બોલાવવા માટે બેલ મારી.
પટ્ટાવાળાને ચા સાથે નાસ્તો લાવવાનું કહ્યું ત્યાં તો પટ્ટાવાળાએ યાદ અપાવ્યું
"સાહેબ તમે કહ્યું હતું ને કે તમારે આજે ઉપવાસ છે"
"અરે હા,સારું એમ કર માત્ર પાણી લઈ આવ."
પટ્ટાવાળો ગયો ત્યાં જ અભિલાષને યાદ આવ્યું અરે શ્રાવણ મહિનાનો મારો પહેલો ઉપવાસ તો આજે તૂટી ગયો
ઉપવાસના દિવસે કંઈ ન ખવાય એવી એની માતાએ નાનપણમાં આપેલી શિખામણ યાદ આવી.
પરંતું હમણા જ પેલા કોન્ટ્રાક્ટર પાસેથી લીધેલું પેકેટ યાદ આવતાં જ તેને જાણે કંઈક ખવાઈ ગયું હોવાની અને ઉપવાસ તૂટી
ગયો હોવાની ભાવના તેના મનમાં વ્યાપી રહી,
હવે સાંજે ઘરે જઈને એકટાણું કરવાનો કોઈ અર્થ રહ્યો નહોતો એવું તેને લાગી રહ્યું....

Thursday, 26 December 2013

માનવતાનું મોત

માનવતાનું મોત હરરોજ થાય છે અહીં,
મરણચીસો પણ મૌન બની છે હવે અહીં...

                                              -કૌશિક

Friday, 28 June 2013

ગોઝારો ઉત્તર

ઉત્તર બીજી બધી દિશાઓથી વધઆરે શુકનિયાળ,એ જ સૌથી વધુ ગોઝારી નિકળી
આ એ જ જળ છે જેના ઉપર બરહેમીથી હજારોની હત્યા અને લાખોને ત્રાસ આપવાનો આરોપ છે...
કાચા ડુંગરાઓ ધસી ધસી આ હત્યાઓમાં મદદગાર થયા છે,આ કોઈને છોડશો નહીં
મકાનો,રસ્તાઓ,સ્કુલો છટ્ટ નામર્દ સાલા,જળની ઝીંક ઝીલી શક્યા નહીં ?
હરી તારે આ સાથે કંઈ લેવા દેવા ખરી ? તને કેદારનાથનો આવાસ ગમતો નહોતો ?
કહેવુ તું ને નવો બાંધી આપત પણ આવું કરાય...!
હરિ તારી પાસે તો પાંચ પંદર હજાર આવાસ છે,તું તો ગમે ત્યા રહી જાય
લાખો લોકો માટે છાપરું પણ નહીં,એ બધા ક્યાં જાય ?
એ હરિ તું જ કે ને કે બધા ક્યાં જાય ?
                                                           -હર્ષદ ચંદારાણા

Friday, 24 February 2012

શરમના શેરડા.........

જોઈને શરમાયો હું પાછળ ઉભેલી તને
ચહેરો હું કેવી રીતે ઢાંકુ બધાની હાજરીમાં......
-કૌશિક

Friday, 2 September 2011

તરણેતરનો મેળો..........

તરણેતર ઓ તરણેતર અરે ઓ તરણેતર
ત્યાં આવીએ છીએ હું ને મારી પરણેતર

તરણેતરના મેળાની ને મારી પરણેતરની
એક ખાસિયત અદભૂત! બેઉ બવ આકરા

મેળે જાય ને મેળે આવે ઈ તરણેતરનો મેળો
પણ ન મેળે જાય ન મેળે આવે ઈ મારી પરણેતરનો મેળો

તરણેતરના મેળામાં પગ મૂકવાની જગા મળે ન મળે
પણ મારી પરણેતરના દિલ પર સદાય મારો હાથ

તરણેતરનો મેળો ઈ ભાતીગળ સંસ્કૃતિનો મેળો
ને મારી પરણેતરનો મેળો ઈ અમારી વ્યક્તિગત સંસ્કૃતિનો મેળો.....

-કૌશિક બોરાણા

Sunday, 14 August 2011

વરસાદ આવ્યો ને.................

વરસાદ આવ્યો ને લાગ્યું કે અમે પલળી ગયા
વરસાદ રોકાયોને જોયું કે ભીંજાયા નહીં કેમ ?
-કૌશિક

Thursday, 28 July 2011

કોરાકટ્ટ.......................

અશ્રુ વગરની આંખ અને
અષાઢી સાંજનો વરસાદ
જાણે ભીંજાયા વગરના
હું ને તું રહી ગયાં
સાવ કોરાકટ્ટ
-કૌશિક